Twitter

Follow palashbiswaskl on Twitter
Follow palashbiswaskl on Twitter

Tuesday, July 28, 2015

ગુજરાતભરમાં મેઘમહેર ઃ હજુ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી


 ગુજરાતભરમાં મેઘમહેર ઃ હજુ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૨૫ દિવસ સુધી વરસાદ ખેંચાતા ખેડૂતો સહિત સમગ્ર જનજીવનમાં ચિંતા હાવી થવા લાગી હતી. જોેકે, મેઘરાજાએ 'દેર આયે પર દુરસ્ત આયે' જેમ બીજા રાઉન્ડમાં ધમાકેદાર એન્ટ્રી લીધી છે અને રવિવારે સમગ્ર રાજ્યના ૨૧૯ તાલુકાઓમાં અનરાધાર વરસાદ નોંધાતા સર્વત્ર આનંદનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં ખાસ કરીને ઉતર ગુજરાત, મધ્ય, પૂર્વ, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. માત્ર સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. હવામાન ખાતા પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ઉતરપશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાનમાં દબાણ સર્જાતા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી અતિભારે વરસાદ પડી શકે છે. અલબત્ત, ત્રણ દિવસ બાદ ગુજરાતમાંથી નોર્થ ગુજરાત-કચ્છને બાદ કરતા વરસાદનું જોર ઘટી જશે. રાજ્યના ફ્લડ કન્ટ્રોલની કચેરી પાસેથી મળેલી માહિતી અનુસાર હજુ પાંચ દિવસ અગાઉ બનાસકાંઠાના સુઇ ગામ જેવા અંતરિયાળ તાલુકામાં સિઝનનો શૂન્ય ટકા વરસાદ નોંધાયો હતો. પરંતુ શનિવારે ૮ઃ૦૦થી રવિવારે સાંજે ૬ઃ૦૦ એમ ૩૪ કલાકમાં કુલ ૭ ઇંચ વરસાદ પડતા સિઝનની કુલ વરસાદની ટકાવારી ૧૨૦ ટકાથી વધી ગઇ છે. રવિવારે અમદાવાદ જીલ્લામાં વીરમગામમાં સૌથી વધુ ૧.૫૩ ઇંચ, માંડલમાં ૧.૨૯ ઇંચ વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરના ક્વાંટ ખાતે છેલ્લા ૩૪ કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબક્યો છે. ગાંધીનગરના દહેગામમાં ૪ ઇંચ, ગાંધીનગરમાં બે ઇંચ, માણસામાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. રવિવારની રજા હોવાથી ભારે વરસાદને લીધે જનજીવન ઉપર ખાસ અસર પડી નહોતી. અમદાવાદમાં નાગરિકોએ રિવરફ્રન્ટ, એસજી હાઇવેમાં જઇ વરસાદની મજા માણી હતી. વરસાદને પગલે દહેગામ ઉત્કંઠેશ્વર મહાદેવના પાલુન્દ્રા પાસે એક વૃક્ષ ધરાશાયી થતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો.
--
Pl see my blogs;


Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Welcome

Website counter

Followers

Blog Archive

Contributors